PM મોદીએ મલેશિયાના વડાપ્રધાન સાથે કરી મુલાકાત
Live TV
-
ક્વાલાલાંપુરમાં મલેશિયાના પ્રધાનમંત્રીએ પીએમ મોદીનું કર્યુ ભવ્ય સ્વાગત
ત્રણ દેશોની યાત્રાના બીજા તબક્કામાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા પછી આજે સિંગાપુર જવા રવાના થયા હતા..જોકે સિંગાપુર પહોંચ્યા પહેલા પ્રધાનમંત્રી , મલેશિયાના ક્વાલાંલમપુરમાં થોડો સમય માટે રોકાયા હતા. જ્યાં તેઓ નવા પ્રધાનમંત્રી મહાતિ મોહમ્મદની મુલાકાત કરી હતી.., અને તેમને નવી જવાબદારી માટે શુભકામના પાઠવી હતી.. પ્રધાનમંત્રી આ દરમિયાન તેમની સાથે એકબીજાના હિતો સાથે જોડાયેલા મામલા પર ચર્ચા કરી હતી. મલેશિયા અને ભારત વચ્ચે ઐતિહાસિક ,સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો છે. આ યાત્રાથી ભારત અને આસિયાન દેશોમાં સામુહિક વિકાસને મદદ મળશે. મલેશિયા યાત્રા પછી પ્રધાનમંત્રી , ત્રણ દિવસીય સિંગાપુર યાત્રાએ જશે. તે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે જે શાંગ્રિલા વાર્તામાં , મુખ્ય ભાષણ આપશે. સિંગાપુરમાં પ્રધાનમંત્રી મોદી સિંગાપુરના વડાપ્રધાન લી હસેન લોંગ સાથે ,અલગ અલગ વિષયો પર ચર્ચા કરશે. ભારત અને સિંગાપુર વચ્ચે લગભગ 35 સમજૂતી પર હસ્તાક્ષર થવાની આશા છે.
