PM મોદી આજે G-20 દેશોની શિખર પરિષદમાં લેશે ભાગ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-૨૦ દેશોની વિડિયો શિખર પરિષદમાં ભાગ લેશે. કોરોના સંક્રમણના કારણે આ પરિષદ વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી થઈ રહી છે. તેને જી-૨૦ વર્ચ્યુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-૨૦ દેશોની વિડિયો શિખર પરિષદમાં ભાગ લેશે. કોરોના સંક્રમણના કારણે આ પરિષદ વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી થઈ રહી છે. તેને જી-૨૦ વર્ચ્યુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે. આ વખતે તેના આયોજનની જવાબદારી સાઉદી અરબ પાસે છે. પ્રધાનમંત્રીએ ગઈ કાલે એક ટ્વીટ સંદેશમાં જણાવ્યું હતું કે, તેઓ કાલે આ શિખર પરિષદમાં પ્રભાવી અને લાભકારી ચર્ચાની આશા રાખી રહ્યા છે. કૉવિડ મહામારીનો સામનો કરવામાં જી-૨૦ મહત્ત્વની ભૂમિકા ભજવવાનું છે. તો કોરોનાના સંકટના મુદ્દે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ફૉન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોરોના સંકટ પર પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બંને નેતા વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર, સ્વાસ્થ્ય, ચિકિત્સા, વૈજ્ઞાનિક સંશોધન, માનવીય બાબતો વગેરે મામલે સહયોગ કરવા સંમત થયા હતા.
