Skip to main content
Settings Settings for Dark

PM મોદી-ગૃહમંત્રીએ દિવંગત અરુણ જેટલીના પરિવારજનોને સાંત્વના પાઠવી

Live TV

X
  • ત્રણ દેશોની યાત્રાથી સ્વદેશ પહોંચતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવગંત અરૂણ જેટલીના શોકમગ્ન પરિવારજનોને વ્યક્તિગત રતે સાંત્વના પાઠવવી. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રાથી સ્વદેશ પરત ફર્યા છે.  તેમણે સ્વદેશ પરત ફર્યાં બાદ ભાજપ પક્ષના દિવંગત નેતા અરૂણ જેટલીના નિવાસ સ્થાને તેમના પત્ની, પુત્ર અને પુત્રી સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી સાથે દિવંગત નેતા અરૂણ જેટલીના નિવાસસ્થાને ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ પરિવારજનો સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 સંમેલનમાં ભાગ લઇ સ્વદેશ પરત ફર્યા છે. ફ્રાન્સમાં યોજાયેલ જી-7 સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે. તેમાં કોઇ ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો કોઇ પ્રશ્ન જ નથી ઉદ્દભવતો. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અને બીજા મુદ્દાઓ પર સતત વાતચીત થતી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ ભારત અને અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય વાતચીતને મહત્વની ગણાવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply