Skip to main content
Settings Settings for Dark

PM મોદી ઝારખંડ-ઓડિશાની મુલાકાતે, બારીપદામાં કર્યું જન સંબોધન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ,ઝારખંડના ડાલ્ટનગંજ ખાતે પહોંચીને પલામુ જિલ્લામાં અઢી હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા મંડલ બંધનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને અન્ય છ સિંચાઇ યોજનાની ભેટ પણ આપી હતી.

    આ યોજનાથી દુષ્કાળનો સામનો કરી રહેલા ,ઝારખંડને રાહત મળશે. ઝારખંડ ઉપરાંત પડોશી રાજ્ય બિહારના અનેક વિસ્તારોને પણ સિંચાઇનો લાભ મળશે. પ્રધાનમંત્રીએ મંડલ બંધ ઉપરાંત અગિયારસો અડત્રીસ કરોડના ખર્ચે પલામુ અને ગઢવામાં સોણ નદીથી સિંચાઇ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવનારી યોજનાની આધારશિલા પણ મુકી હતી.

    આ યોજના માટે ભૂગર્ભ પાઇપલાઇન લગાવાશે. તેના કારણે જમીન સંપાદનની જરૂર નહીં પડે. પીએમ નરેન્દ્ર મોદી એ આ પ્રસંગે પ્રધાનમંત્રી આવસ યોજનાના 25 હજાર લાભાર્થીઓને ગૃહપ્રવેશ પણ કરાવ્યો હતો.

    પ્રધાનમંત્રીએ ઝારખંડની આ એક દિવસીય મુલાકાત વખતે બતરે જળાશય યોજના બાઇબાંકે જળાશય યોજના, અનજાના જળાશય યોજના અને બ્રાહમણી જળાશય યોજના પણ દેશને સમર્પિત કરી હતી. મુખ્યમંત્રી રઘુવર દાસે જણાવ્યું હતું કે આ યોજનાઓથી ખેડૂતોની આવક વધશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply