PM મોદી પોતાનાં સંસદીય ક્ષેત્ર વારાણસીના તબીબો, સ્વાસ્થ્ય કર્મીઓ સાથે સંવાદ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાનાં સંસદીય વિસ્તાર વારાણસીના તબીબો, સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓ સાથે સંવાદ કરશે. પ્રધાનમંત્રી વિડિઓ કોન્ફરેન્સનાં માધ્યમથી આ સંવાદ કરવાનાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાનાં સંસદીય વિસ્તાર વારાણસીના તબીબો, સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓ સાથે સંવાદ કરશે. પ્રધાનમંત્રી વિડિઓ કોન્ફરેન્સનાં માધ્યમથી આ સંવાદ કરવાનાં છે.
આ સંવાદ સાથે પ્રધાનમંત્રી પંડિત રાજન મીશ્રા કોવિડ હોસ્પિટલ સહિત વારાણસીની જુદીજુદી કોવિડ હોસ્પિટલની કામગીરીની પણ સમિક્ષા કરશે. પંડિત રાજન મીશ્રા કોવિડ હોસ્પિટલનું નિર્માણ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન અને સેનાના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરવામાં આવ્યુ છે. આ સાથે જ પીએમ મોદી જિલ્લાની અન્ય કોવિડ વિનાની હોસ્પિલટની પણ સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી આ સમીક્ષા બેઠકમાં કોરોનાની બીજી લહેર સામેની લડતમાં કરવામાં આવતા પ્રયાસો અને ભવિષ્યની તૈયારીઓ પર પણ ચર્ચા કરશે.