PM મોદી વારાણસીમાં 870 કરોડથી વધુ રૂપિયાની 22 પરિયોજનાનું કરશે લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના પ્રવાસે છે અને ત્યા કેટલીક વિકાસ પરિયોજનાનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 1 વાગે વારાણસીમાં 870 કરોડ રૂપિયાથી વધુની 22 વિકાસ પરિયોજનાનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના 20 લાખથી વધુ રહેવાસીને ગ્રામીણ આવાસોનુ વિતરણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી વારાણસીમાં બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ પ્લાન્ટ 475 કરોડ રૂપિયાના ખર્ચે 30 એકરમાં નિર્માણ પામશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે આ વિકાસપરિયોજનાઓથી રાજ્યની અર્થવ્યવસ્થા તેમજ ખેડૂત ભાઈ-બહેનોને ફાયદો થશે.
