PMGKY: અંદાજે 80 કરોડ લોકોને દિવાળી સુધી અન્ન સુરક્ષાનો લાભ મળશે
Live TV
-
PMGKY ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન સુરક્ષાનો લાભ આગામી દિવાળી સુધી લંબાવવામાં આવ્યો છે. આજે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ આ જાહેરાત કરી છે. તે અનુસાર અંદાજે 80 કરોડ લોકોને આ યોજના હેઠળનો લાભ અપાશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉ મે અને જૂન માસ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ જાહેર થયો હતો તે હવે આગામી નવેમ્બર માસ સુધી લંબાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજના હેઠળ પ્રત્યેક પરિવારમાં વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવે છે. તેમાં સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા અપાય છે.
