POCSOથી જોડાયેલા કેસોની સુનાવણી માટે વિશેષ કોર્ટની રચના કરવા આદેશ
Live TV
-
પ્રત્યેક જિલ્લાઓમાં વિશેષ કોર્ટની રચના કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે બાળકો સાથે જોડાયેલા યૌન શોષણ ,એટલે કે પોક્સોથી જોડાયેલા કેસો ની સુનાવણી માટે પ્રત્યેક જિલ્લાઓમાં વિશેષ કોર્ટની રચના કરવા માટે આદેશ આપ્યા છે. જેનું કેન્દ્ર દ્વારા ફંડીગ કરવા માં આવશે. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને ચાર અઠવાડિયાની અંદર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પોક્સો થી જોડાયેલા કેસોની ફોરેન્સિક રિપોર્ટ સમયસર જમા કરવાની ટકોર કરી હતી. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ,પોક્સો હેઠળ 100થી વધુ ગુના નોંધાયેલા હોય તેવા પ્રત્યેક જિલ્લાઓમાં બાળ પીડિતોના કેસના નિકાસ માટે વિશેષ કોર્ટ ની રચના કરવામાં આવે. તેમજ કેન્દ્ર દ્વારા 60 દિવસની અંદર આ પ્રકારની વિશેષ કોર્ટનું ગઠન કરીને વિશેષ વકીલો ની નિયુક્તિ કરે. આ મામલા ની આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
