RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સામે આરોપો ઘડાયા
Live TV
-
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે RSS માનહાનિ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે થાણેની ભિવંડી કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે રાહુલને આ મામલામાં આઈ.પી.સી.ની ધારા 499 અને 500 પ્રમાણે આરોપી માન્યા છે.
સુનાવણી દરમિયાન કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું નિર્દોષ છું. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ માર્ચ 2014માં મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ચૂંટણી રેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર કરેલ ટિપ્પણી બદલ તેમના પર માનહાનિનો આરોપ લગાવાયો હતો. આ પછી આર.એસ.એસ.ના ભિવંડી યુનિટના સચિવે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો.
