SBIની દેશભરમાં આવેલી 29 જેટલી શાખાઓમાં આજથી 11 જાન્યુઆરી સુધી થશે ચુંટણી બોન્ડનું વેચાણ
Live TV
-
ચુંટણી બોન્ડ જાહેર થયાના 15 સુધી માન્ય ગણાશે
ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ આજથી શરૂ થશે. આ મહિનાની 11મી તારીખ સુધી SBIની 29 અધિકૃત શાખાઓ દ્વારા તેનું વેચાણ કરવામાં આવશે. SBIની અધિકૃત શાખાઓમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બોન્ડના વેચાણના 30મા તબક્કામાં SBIને ઈલેક્ટોરલ બોન્ડ જારી કરવા અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
બોન્ડ ઇશ્યુ થયાની તારીખથી પંદર કેલેન્ડર દિવસો માટે માન્ય રહેશે અને જો બોન્ડ માન્યતા અવધિની સમાપ્તિ પછી જમા કરવામાં આવે તો કોઈપણ નાણાં લેનાર રાજકીય પક્ષને કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં.
પાત્ર રાજકીય પક્ષ દ્વારા તેના ખાતામાં જમા કરવામાં આવેલ બોન્ડ તે જ દિવસે જમા કરવામાં આવશે. આ બોન્ડ ભારતીય નાગરિકો ખરીદી શકે છે. માત્ર રજિસ્ટર્ડ રાજકીય પક્ષો, જેમણે લોકસભા અથવા રાજ્યની વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં એક ટકાથી ઓછા મત મેળવ્યા નથી, તેઓ જ ચૂંટણી બોન્ડ મેળવવા માટે પાત્ર હશે.
