Skip to main content
Settings Settings for Dark

SC: અમારો હેતુ એક સુખદ સમાધાન લાવવાનો છે

Live TV

X
  • સુપ્રીમ કોર્ટ દિલ્હી સરહદે બેઠેલા ખેડૂતોને હટાવવાની માંગ કરતી અરજીઓ પર ફરીથી સુનાવણી કરી રહ્યો હતો. કોર્ટે કહ્યું કે તેનો મુખ્ય ઉદ્દેશ આ સમસ્યાઓનું યોગ્ય રીતે નિરાકરણ લાવવું જોઈએ. આ કેસમાં સુનાવણી હજી ચાલી રહી છે.

    સરકાર ખેડૂત આંદોલનના મુદ્દા પર પોતાનો વલણ રજૂ કરી રહી છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેઓ કૃષિ નિષ્ણાત નથી, પરંતુ આ કિસ્સામાં સમિતિની રચના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમામ પ્રશ્નોનું સમાધાન થઈ શકે. તેમણે કહ્યું કે તેઓ નવા કૃષિ કાયદાઓ અંગેની સમિતિની ભલામણો સ્વીકારશે. ખેડૂત આંદોલન પુરજોશમાં ચાલી રહ્યું છે. આંદોલનના ચાલતા ખેડૂતો અને સરકાર વચ્ચે 9 તબ્બકાની વાતચીત થયા બાદ પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. અને આંદોલન લાંબા સમય થી ચાલી રહ્યું છે એટલે હવે SCએ આજે વચ્ચે પડવું પડ્યું કહ્યું કે, જો હવે કોઈ નિવેડો નહિ આવે તો સુપ્રીમ કોર્ટ સમાધાન લાવશે. ખેડૂત આંદોલન મામલે સુપ્રિમ કોર્ટ આવતીકાલે નિર્ણય સંભળાવી શકે છે. કોર્ટે કહ્યું છે કે, નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની સમસ્યાઓનું સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન લાવવું જોઈએ. સુપ્રીમ કોર્ટ અરજીઓ પર ફરી સુનવણી કરી રહ્યું છે જેમાં દિલ્હીની બોર્ડર પર આંદોલનમાં બેઠેલા ખેડૂતોને ત્યાંથી દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું, તેનો મુખ્ય ઉદ્દેશ આ સમસ્યાઓનું યોગ્ય રીતે સમાધાન લાવવામાં આવે તે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply