મુખ્યમંત્રીઓ સાથે રસીકરણના મુદ્દે ચર્ચા બાદ પ્રધાનમંત્રીએ કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે યોજાનારા કોરોના રસીકરણ કાર્યક્રમ પર ચર્ચા કરી કેટલા તબ્બકામાં રસીકરણ કરવામાં આવશે અને શું વ્યવસ્થાઓ કરવામાં આવશે તેના પર ચર્ચા કરવામાં આવી. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ કોરોના રસીકરણને ધ્યાનમાં રાખીને સંબોધન પણ કર્યું..
દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ઇન્ડિયામાં 16 જાન્યુઆરીથી શરૂ થવાનો છે. આ રસીકરણની જનતા ઘણા સમયથી રાહ જોઈ રહી હતી. પ્રધાનમંત્રીએ આજે કોરોનાની રસીના રસીકરણ અંગે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રસીકારણ 16 જાન્યુઆરીથી શરૂ થવાનું છે એ અંગે રાજ્યો સજ્જ છે કે નઈ તેના પર ચર્ચા કરવામાં આવી. રસીકરણ કેટલા તબ્બકામાં કરવામાં આવશે કેવી રીતે કાર્યક્રમ કરવામાં આવશે કઈ સાવચેતીઓ રાખવાની રહેશે તેના પર ચર્ચા કરવામાં આવી. કેન્દ્ર સરકાર રસીકરણના પ્રથમ તબક્કાનો તમામ ખર્ચ ઉઠાવશે દેશભરમાં રસીકરણનું ડ્રાય રન સફળ રહ્યું છે. મહત્વ અને ગર્વની વાતએ છે કે બંને રસી ભારતમાં બની છે. સાથે જ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કોરોના વોરિયર્સ બાદ કોવીડ વોર્કર્સને કોરોનાની રસી આપવામાં આવશે.
