Skip to main content
Settings Settings for Dark

UDAN યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 86 લાખ મુસાફરોએ કર્યો વિમાનમાં પ્રવાસ

Live TV

X
  • દેશના નાગરિકોને આંતર રાજ્યમાં વાજબી કિંમતે વિમાન પ્રવાસની તક આપતી ઉડાન યોજનામાં અત્યાર સુધીમાં ૮૬ લાખથી વધુ મુસાફરોએ વિમાન પ્રવાસ કર્યો છે. 
    નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી વી.કે.સિંહે ગઈકાલે રાજ્યસભામાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઉડાન યોજના હેઠળ સમગ્ર દેશમાં ૬૫ વિમાન મથકોની મદદથી 403 વિમાનમાર્ગો કાર્યરત કરાયા છે. આ યોજના હેઠળ ઉંચાઈ વાળા પર્વતીય વિસ્તારો અને ટાપુઓમાં હેલીકોપ્ટર સેવાથી લોકસંપર્કને નવું બળ મળ્યું છે.

    પ્રાદેશિક હવાઈ જોડાણને પ્રોત્સાહિત કરવા અને જનતા માટે હવાઈ મુસાફરીને સસ્તી બનાવવા માટે શરુ કરાયેલી ઉડાન યોજનામાં અત્યાર સુધીમાં 86 લાખથી વધુ મુસાફરોએ વિમાનમાં પ્રવાસ કર્યો છે. નાગરિક ઉડ્યન રાજ્યમંત્રી વી.કે. સિંહે ગઈકાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, તેમણે ઉડાન યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 65 વિમાન મથકોની મદદથી 403 વિમાનમાર્ગો કાર્યરત કર્યા છે. આ યોજના હેઠળ ઉંચાઈ વાળા  પર્વતીય વિસ્તારો અને ટાપુઓમાં પણ હેલીકોપ્ટર સેવાથી લોક સંપર્કને નવું બળ મળ્યું છે.

    નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 21 ઓક્ટોબર 2016ના રોજ પ્રાદેશિક હવાઈ જોડાણને પ્રોત્સાહિત કરવા અને જનતા માટે હવાઈ મુસાફરીને સસ્તી બનાવવા માટે પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS) - UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) શરૂ કરી છે. UDAN એ બજાર સંચાલિત ચાલી રહેલી યોજના છે જ્યાં યોજના હેઠળ વધુ ગંતવ્ય/સ્ટેશનો અને રૂટને આવરી લેવા માટે સમયાંતરે બિડિંગ રાઉન્ડ કરવામાં આવે છે. રસ ધરાવતી એરલાઇન્સ આ એરપોર્ટને જોડતા ચોક્કસ રૂટ પર માંગનું મૂલ્યાંકન કરે છે અને બિડિંગ સમયે તેમની દરખાસ્તો સબમિટ કરે છે.

    UDAN યોજના હેઠળની સિદ્ધિઓ અને દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા શું પગલા લેવાયા.... 
    અત્યાર સુધીમાં, 948 માન્ય રૂટમાંથી, 403 રૂટ જેમાં 65 એરપોર્ટ સામેલ છે UDAN હેઠળ સમગ્ર દેશમાં કાર્યરત છે.
    UDAN ફ્લાઇટ શરૂ થઈ ત્યારથી 9 જાન્યુઆરી 2022 સુધી અંદાજે 86.05 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે.
    UDANએ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં લોકોની મુસાફરી કરવાની રીત બદલી નાખી છે. 
    ઝારસુગુડા, કિશનગઢ, બેલગામ, દરભંગા, વગેરે જેવા પ્રાદેશિક હવાઈ મથકોએ હવાઈ ટ્રાફિકમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.
    આ યોજના સામાન્ય વ્યક્તિને પોસાય તેવા ભાવે ઉડાન ભરવાની અનોખી તક આપે છે, જેના માટે સરકારે RCS યોજના હેઠળ એરલાઈન્સમાં VGF વિસ્તરણ કરાયેલી બેઠકો માટે હવાઈ ભાડું મર્યાદિત કર્યું છે.
    UDAN યોજનાએ હેલીપોર્ટના ઉપયોગ દ્વારા પર્વતીય વિસ્તારો અને ટાપુઓમાં હેલિકોપ્ટર સેવાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
    નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનું જોડાણ સારી રીતે જાણીતું છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)નો અભ્યાસ દર્શાવે છે કે એર કનેક્ટિવિટીનો આર્થિક ગુણક 3.1 અને રોજગાર ગુણક 6.1 છે.

    કોવિડ-19 રોગચાળા દરમિયાન હવાઈ પ્રવાસીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અને ગૃહ મંત્રાલય (MHA) સાથે પરામર્શ કરીને એરલાઇન માટે કોવિડ પ્રોટોકોલ બનાવવામાં આવ્યા છે.

    અન્ય પગલાઓમાં ઈ-બોર્ડિંગ, વેબ ચેક-ઈન, કોન્ટેક્ટલેસ ડ્રોપિંગ ઓફ બેગેજ વગેરેનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply