Skip to main content
Settings Settings for Dark

ભારતમાં કોરોના વિરોધી રસીકરણનો આંકડો 170 કરોડને પાર

Live TV

X
  • ભારતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 67 હજાર 597 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 1 લાખ 80 હજાર 429 લોકો સાજા થયા છે. જ્યારે 1 હજાર 188  લોકોના મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવીનતમ ડેટા અનુસાર, દેશમાં કુલ સક્રિય કેસ હવે 9 લાખ 94 હજાર 891 છે. તો, દેશમાં કોરોના રસીકરણનો આંકડો 170 કરોડને પાર પહોંચ્યો છે તો કુલ રિકવરી રેટ 96.46 ટકા છે.વિશ્વની વાત કરીએ તો, વિશ્વમાં અત્યાર સુધી 39 કરોડ 79 લાખ કોરોના કેસો નોધાઇ ચૂક્યા છે. તો આ વચ્ચે અમેરિકામાં પણ ઓમિક્રોનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.અમેરિકામાં અત્યાર સુધી 7 કરોડ 82 લાખ થી વધારે કેસો સામે આવ્યા છે. તો 9 લાખ થી પણ વધારે મૃત્યુ નોધાયા છે. સાથે ફ્રાન્સમાં 2 કરોડ 8 લાખ,બ્રિટનમાં 1 કરોડ 29 લાખ,રશિયામાં 1 કરોડ 20 લાખ અને જર્મનીમાં 1 કરોડ 11 લાખ થી પણ વધુ કોરોના કેસો સામે આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply