Skip to main content
Settings Settings for Dark

UPના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Live TV

X
  • ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતી કોરોના પોઝિટિવ થયા. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ટ્વીટમાં ઉમા ભારતીએ લખ્યું છે કે તેમણે પ્રશાસનની ટીમને જાણ કરીને બોલાવ્યા અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે એક સ્થાન પર પોતાને ક્વૉરન્ટીન કર્યા છે.

    ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતી કોરોના પોઝિટિવ થયા. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ટ્વીટમાં ઉમા ભારતીએ લખ્યું છે કે તેમણે પ્રશાસનની ટીમને જાણ કરીને બોલાવ્યા અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે એક સ્થાન પર પોતાને ક્વૉરન્ટીન કર્યા છે.

    ઉમા ભારતીએ ટ્વીટ કરીને લખ્યું છે કે 'હું તમારી જાણકારીમાં આ વાત રજુ કરી રહી છું કે આજે મારી પહાડની યાત્રાની સમાપ્તિના છેલ્લા દિવસે પ્રશાસનને આગ્રહ કરીને કોરોના ટેસ્ટ માટે ટીમને બોલાવી. કારણ કે મને 3 દિવસથી હળવો તાવ હતો.'

    ઉમા ભારતીએ અન્ય કેટલીક ટ્વીટ પણ કરી જેમાં તેમણે પોતે કોરોના પોઝિટિવ હોવાની સૂચના આપી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે 'મે હિમાલયમાં કોવિડના તમામ પ્રતિબંધો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. આમ છતાં હું કોરોના પોઝિટિવ થઈ. હું હાલ હરિદ્રાર અને ઋષિકેશ વચ્ચે વંદે માતરમ કૂંજમાં ક્વોરન્ટિન છું. જે મારા પરિવાર જેવો છે. 4 દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવીશ અને સ્થિતિ આમ જ રહેશે તો ડોક્ટરોની ભલામણ મુજબ નિર્ણય લઈશ.'

    ઉમા ભારતીએ ટ્વીટમાં અપીલ કરી છે કે 'મારી આ ટ્વીટને મારા સંપર્કમાં આવેલા ભાઈ બહેનો વાંચે કે તેમને જાણકારી મળે તે બધાને અપીલ છે કે તેઓ કોરોના ટેસ્ટ કરાવે અને સાવધાની વર્તે.'

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply