આસામની ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના કેમ્પસનું લોકાર્પણ કેન્દ્રીય કૃષિમંત્રીના હસ્તે કરાયું
Live TV
-
ઉત્તર-પૂર્વમાં કૃષિ વિકાસને વેગ આપવા માટે આસામની ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના કેમ્પસનું ઉદઘાટન કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર દ્વારા કરાયું. ઉત્તર પૂર્વમાં કૃષિના સર્વાંગી વિકાસમાં આસામની આ સંસ્થાની મહત્વની ભૂમિકા રહેશે.
ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ગોગામુખ (આસામ)ના કેમ્પસનું ઉદઘાટન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામ વિકાસ, પંચાયતી રાજ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા કરાયું હતું. આ પ્રસંગે, તોમરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, આ સંસ્થાની સ્થાપના દ્વારા કૃષિ ક્ષેત્રે સંશોધન અને કૃષિ શિક્ષણ દ્વારા, ઉત્તર-પૂર્વના રાજ્યો - અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં, કૃષિમાં ટકાઉ વિકાસ શક્ય છે. તોમરે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર ભવિષ્યના દૃષ્ટિકોણને મજબૂત કરવા કામ કરાઇ રહ્યું છે. જયારે 2050 માં વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો હશે, હવામાન પરિવર્તનના પડકારો પણ હશે, ત્યારે પણ આપણે કૃષિ ક્ષેત્ર ખૂબ જ મજબૂત રીતે ઉભા રહી શકીએ. અને અનાજનો પણ ભરપૂર ભંડાર રહે.
