UPI અને બૅન્કિંગના નિયમો બદલાશે: 1 ફેબ્રુઆરીથી લાગુ થશે નવા ફેરફારો
Live TV
-
આવતી કાલે કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેમાં આ પાંચ મોટા ફેરફારો થશે. જે સામાન્ય પ્રજાના ખિસ્સા પર અસર કરી શકે છે. જેમાં એલપીજી ગેસથી માંડી પેટ્રોલ-ડિઝલ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સહિતના ફેરફારો સામેલ છે.
એલપીજી ગેસની કિંમતોમાં રાહતની અપેક્ષા
દરમહિને 1 તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી ગેસ, પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ફેરફાર કરતી હોય છે. છેલ્લા કેટલાક મહિનાથી એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જો કે, કોમર્શિયલ એલપીજી ગેસના ભાવો અનેક વખત વધ્યા છે. બજેટમાં રાહતો સાથે આવતીકાલે ઓએમસી 14 કિગ્રા એલપીજી ગેસના ભાવોમાં રાહત આપે તેવી અપેક્ષા છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેના લીધે હવાઈ ભાડામાં પણ અનેકગણો વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખતાં ઓએમસી એર ટર્બાઇન ફ્યુલ(એટીએફ)ના ભાવમાં સુધારા કરી શકે છે. જેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હવાઈ મુસાફરી કરતાં લોકોને અસર કરશે.
યુપીઆઇ ટ્રાન્જેક્શનમાં ફેરફાર
યુપીઆઇ ટ્રાન્જેક્શન સંબંધિત નવા નિયમો એક ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહ્યા છે. જેમાં હવે સ્પેશ્યિલ કેરેક્ટર ધરાવતી યુપીઆઈ આઇડી મારફત થતાં ટ્રાન્ઝેક્શન બ્લોક કરવામાં આવશે. માત્ર આલ્ફાન્યુમેરિક કેરેક્ટર્સ મારફત બનાવેલા યુપીઆઇ આઇડીથી જ ટ્રાન્ઝેક્શન થઈ શકશે.
બૅન્કિંગ નિયમ
1 ફેબ્રુઆરીથી વિવિધ બૅન્કો પોતાની સેવાઓ અને ફીમાં ફેરફાર કરી રહી છે. જેમાં એટીએમ ટ્રાન્જેક્શનની ફ્રી લીમિટમાં કાપ અને અન્ય બૅન્કિંગ સેવાઓના ચાર્જમાં વધારો સામેલ છે. જેની સીધી અસર ગ્રાહકો પર થશે.