UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 નું પરિણામ કર્યું જાહેર
Live TV
-
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2022નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં ઈશિતા કિશોર ટોપર તરીકે એટલે કે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જ્યારે ગરિમા લોહિયાએ બીજો ક્રમ મેળવ્યો છે. ઉમા હરથી એનએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ પરીક્ષામાં 933 ઉમેદવારો પાસ થયા છે. આમાંથી 345 સામાન્ય શ્રેણીમાંથી, 99 આર્થિક રીતે નબળા વર્ગમાંથી, 263 અન્ય પછાત વર્ગના, 154 અનુસૂચિત જાતિ અને 72 અનુસૂચિત જનજાતિના છે.
ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને અન્યના અધિકારીઓને પસંદ કરવા માટે વાર્ષિક ધોરણે સિવિલ સર્વિસ પરીક્ષા લેવામાં આવે છે. પસંદગી પ્રક્રિયાના ત્રણ તબક્કા પછી આ સેવાઓમાં નિમણૂક માટે કુલ 933 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે.
