Skip to main content
Settings Settings for Dark

UPSC 2023નું પરિણામ જાહેર, આદિત્ય શ્રીવાસ્તવ બન્યા ટોપર

Live TV

X
  • યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા-2023નું પરિણામ જાહેર કર્યું છે. ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) માટે 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 180 IAS અને 200 IPS ઓફિસર બનશે.

    લખનૌના આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. જ્યારે અનિમેષ પ્રધાનને બીજો અને અનન્યા રેડ્ડીએ ત્રીજો રેન્ક મેળવ્યો હતો. ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.

    જાહેર થયેલા પરિણામમાં 1 હજાર 16 ઉમેદવારોએ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી છે. જેમાંથી 5 યુવતીઓ સહીત 25 ઉમેદવારો ગુજરાતી છે. આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. આમ ટોપ 100મા ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115,  OBCમાં 303, SCમાં 165, અને STમાં 86 ઉમેદવારો પાસ થયા છે.

    છેલ્લી UPSCની પરીક્ષામાં આદિત્યનો રેન્ક 216મો હતો

    આદિત્યએ પોતાનો અભ્યાસ લખનૌની સીએમએસ ખાનગી શાળાની અલીગંજ શાખામાંથી કર્યો હતો. ગયા વર્ષે આદિત્યનો રેન્ક 216 હતો. હાલમાં તે હૈદરાબાદમાં આઈપીએસ ટ્રેનિંગ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. તેનો પરિવાર લખનૌના વિકાસ નગરમાં રહે છે. આદિત્યએ 2014માં 12માની પરીક્ષા 98.4% માર્ક્સ સાથે પાસ કરી હતી.

    ગુજરાતના આ વિદ્યાર્થીઓના નામ

    આ પરિક્ષામાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ પાસ કરી છે ત્યારે ગુજરાતના વિષ્ણુ શશી કુમારનો 31મો રેન્ક, ઠાકુર અંજલિ અજયનો 43મો રેન્ક, અતુલ ત્યાગી 62માં રેન્ક પર, પટેલ મિતુલ કુમાર અશ્વિન ભાઈ 139માં રેન્ક પર, રમેશ ચંદ્ર વર્માંનો 150મો રેન્ક, પટેલ અનિકેત કમલેશભાઈનો 183મો રેન્ક, ઝા સમીક્ષા સત્યેન્દ્ર 362મો રેન્ક, પટેલ હર્ષ રાજેશ કુમાર 392મો રેન્ક, ચંદ્રેશ શાંખલા 432મો રેન્ક.

    આ સાથે કરણ કુમાર મનસુખભાઇ પન્નાનો 486મો રેન્ક, પટોલિયા રાજ ભીખુભાઈ 488 મો રેન્ક, દેસાઈ જૈનીલ જગદીશભાઈ 490મો રેન્ક, કંચન માનસિંહ ગોહિલ 506મો રેન્ક, સ્મિત નવનીત પટેલ 562મો રેન્ક, અમરાની આદિત્ય સંજય 702 મો રેન્ક, દીપ રાજેશ પટેલ 776મો રેન્ક, નીતીશ કુમાર 797 મો રેન્ક, ઘાંચી ગઝાલા મોહમ્મદ હનીફ 825 મો રેન્ક, અક્ષય દિલીપ લંબે 908 મો રેન્ક, કિશન કુમાર જીતેન્દ્ર કુમાર જાદવ 923મો રેન્ક, પાર્થ યોગેશ ચાવડા 932 મો રેન્ક, પારગી કેયુર દિનેશ ભાઈ 936મો રેન્ક, મીના માનસી આર. 946મો રેન્ક, ભોજ કેયુર મહેશભાઈ 1005મો રેન્ક અને ચાવડા આકાશ અરવિંદભાઈ 1007મો રેન્ક આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply