Skip to main content
Settings Settings for Dark

ભારતીય આર્થિક સેવાના પ્રોબેશનરી અધિકારીઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત કરી

Live TV

X
  • ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ (2022 અને 2023 બેચ)ના પ્રોબેશનર્સનું એક જૂથ મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું હતું.

    અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આર્થિક વૃદ્ધિ એ દેશના વિકાસનો એક મહત્વપૂર્ણ ઘટક છે. મેક્રો અને સૂક્ષ્મ આર્થિક સૂચકાંકોને પ્રગતિના ઉપયોગી ધોરણો ગણવામાં આવે છે, તેથી સરકારી નીતિઓ અને યોજનાઓને અસરકારક અને ઉપયોગી બનાવવામાં અર્થશાસ્ત્રીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. 

    તેમણે અધિકારીઓને કહ્યું હતું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેની ક્ષમતાઓને વધારવા અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે આવનારા સમયમાં અસંખ્ય તકો હશે. રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ તકોનો યોગ્ય લાભ ઉઠાવીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

    રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આર્થિક સેવા અધિકારીઓ પાસેથી આર્થિક વિશ્લેષણ અને વિકાસ કાર્યક્રમોની રચના તેમજ સંસાધન વિતરણ પ્રણાલીને મજબૂત કરવા અને યોજનાઓના મૂલ્યાંકન માટે યોગ્ય સલાહ આપવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે, કારણ કે તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે જ નીતિઓ નક્કી કરવામાં આવશે.

    રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ડેટાના વિશ્લેષણ અને પુરાવા આધારિત વિકાસ કાર્યક્રમોના અમલીકરણથી સરકારને લોકોના આર્થિક ઉત્થાનને વેગ આપવામાં મદદ મળી છે.

    રાષ્ટ્રપતિને એ નોંધીને આનંદ થયો કે 2022 અને 2023 બેચના 60 ટકાથી વધુ IES અધિકારીઓ મહિલા અધિકારીઓ હતા. તેમણે કહ્યું હતું કે, મહિલાઓની વધતી ભાગીદારી ભારતના સમાવેશી વિકાસના સંકલ્પને પૂર્ણ કરવામાં મદદ કરશે. તેમણે મહિલા અધિકારીઓને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.

    રાષ્ટ્રપતિએ યુવા અધિકારીઓને તેમના કાર્યસ્થળ પર નીતિ સૂચનો આપતી વખતે અથવા કોઈપણ નિર્ણય લેતી વખતે દેશના ગરીબ અને પછાત વર્ગના હિતને ધ્યાનમાં રાખવા વિનંતી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply