Skip to main content
Settings Settings for Dark

Whatsapp આઈટી મંત્રાલયના નિયમોની વિરુધ્ધમાં દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યુ

Live TV

X
  • ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ભારત સરકાર પોતાના તમામ નાગરિકોને પ્રાઈવસીનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે કટિબધ્ધ છે પરંતુ સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવી તે પણ સરકારની જવાબદારી છે. કેન્દ્રીય મંત્રીએ એ પણ કહ્યું કે ભારત દ્વારા સૂચિત ઉપાયોમાંથી કોઈપણ Whatsapp ના સામાન્ય કામકાજને કોઈપણ રીતે અસર નહી કરે અને સામાન્ય ઉપયોગકર્તાઓ પર પણ કોઈ અસર નહી પડે. તમામ સ્થાપિત ન્યાયિક સિધ્ધાંતો અનુસાર પ્રાઈવસીનાં અધિકાર સહિત કોઈ પણ મૂળભૂત અધિકાર પૂર્ણ નથી અને આ યોગ્ય પ્રતિબંધોને આધિન છે. આઈટી મંત્રાલયે કહ્યુ કે ભારત સરકાર પ્રાઈવસીનાં અધિકારનું સન્માન કરે છે. મંત્રાલય અનુસાર Whatsapp થી કોઈ મેસેજનાં ઉદ્ભવ સ્થાન જણાવવાનું કહેવામા આવે તો તેનો અર્થ પ્રાઈવસીના અધિકારનો ઉલ્લંધન કરવુ નથી. મહત્વનું છે કે મેસેજીંગ એપ Whatsapp આઈટી મંત્રાલયના નિયમોની વિરુધ્ધમાં દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply