ઝાયડસ કેડિલાએ DGCI પાસે એન્ટીબોડી કોકટેલના ટ્રાયલ માટે માંગી મંજૂરી
Live TV
-
ભારતની ઝાયડસ કેડિલાએ તેની એન્ટીબોડી કોકટેલ ZRC- 3308 ને સામાન્ય લક્ષણો ધરાવતા કોવિડ દર્દીઓની સારવાર માટેની DGI પાસે ટ્રાયલની મંજૂરી માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ દવા કોરોનાના ઈન્ફેક્શનને ઓછું કરવામાં ખૂબ મદદરૂપ થશે. ZRC- 3308 એ એન્ટીબોડી કોકટેલ 2 એન્ટીસાર્સ COV-2 મોનોક્લોનલ એન્ટીબોડી દવાના મિશ્રણથી બની છે. હાલમાં કોરોના મહામારી વચ્ચે ઝાયડસની આ દવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં મહત્વની બની શકે છે.
