WHO એ આરોગ્ય અને સુખાકારીને મહત્વ આપતો 'ગુજરાત ઘોષણા' દસ્તાવેજ રજૂ કર્યો
Live TV
-
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ પ્રથમ ડબ્લ્યુએચઓ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ 2023ના નિષ્કર્ષ દસ્તાવેજ "ગુજરાત ઘોષણા" ના રૂપમાં બહાર પાડ્યા છે. આ જાહેરનામામાં સ્વદેશી જ્ઞાન, જૈવવિવિધતા અને પરંપરાગત, પૂરક અને સંકલિત ચિકિત્સા પ્રત્યે વૈશ્વિક પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરવામાં આવી હતી. ડબ્લ્યુએચઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આરોગ્ય અને સુખાકારી માટે વધુ સાકલ્યવાદી, સંદર્ભ-વિશિષ્ટ, જટિલ અને વ્યક્તિગત અભિગમોને વધુ સારી રીતે સમજવા, મૂલ્યાંકન કરવા અને જ્યાં યોગ્ય હોય ત્યાં તમામ માટે લાગુ કરવા માટે સખત વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જરૂર છે.
ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલી બે દિવસીય ડબલ્યુએચઓ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ 2023ના એક્શન પોઇન્ટ સમિટમાં રજૂ કરવામાં આવેલા પુરાવા, ચર્ચા અને નિષ્કર્ષો પર આધારિત છે. સ્વાસ્થ્ય અને લોકોની સુખાકારી, સંશોધન અને પુરાવા, સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ, પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આરોગ્ય વ્યવસ્થાઓ, ડેટા અને નિયમિત માહિતી વ્યવસ્થાઓ, ડિજિટલ હેલ્થ ફ્રન્ટિયર્સ, જૈવવિવિધતા અને ટકાઉપણું, માનવ અધિકારો, સમાનતા અને નૈતિકતા જેવા વિવિધ વિષયો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ડબ્લ્યુએચઓની પરંપરાગત મેડિસિન ગ્લોબલ સમિટ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ડો.ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે "ગુજરાત ડેક્લેરેશન" વિજ્ઞાનના ચશ્મા દ્વારા પરંપરાગત દવાઓની સંભવિતતાનો ઉપયોગ કરવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીઓમાં પરંપરાગત દવાઓના સંકલન પર ધ્યાન કેન્દ્રીત કરશે અને પરંપરાગત દવાઓની શક્તિને અનલોક કરવામાં મદદ કરશે.
આ સમિટની વિશેષતા એ હતી કે, લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ટીસીઆઈએમ પર ડિજિટલ સ્વાસ્થ્ય સંસાધનોને આગળ વધારવા માટે ડિજિટલ હેલ્થ ટેકનોલોજી અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના યોગ્ય વિકાસ અને એપ્લિકેશનને કેવી રીતે સક્ષમ બનાવી શકાય. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૈવવિવિધતાની સુરક્ષા, પુનઃસ્થાપન અને ટકાઉ રીતે વ્યવસ્થાપન કરવા તથા જૈવવિવિધતા સંસાધનો, સંબંધિત આનુવંશિક સામગ્રી અને સ્વદેશી જ્ઞાનના ઉપયોગથી ઉદ્ભવતા લાભોની વાજબી અને સમાન વહેંચણીને સુનિશ્ચિત કરવા માટે તમામ સ્તરે પગલાં લેવાં જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા પરંપરાગત ચિકિત્સા પર પ્રથમ વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયુષ મંત્રાલય દ્વારા સહ-યજમાન, 17 થી 18 ઓગસ્ટ, 2023 દરમિયાન, ગાંધીનગર, ગુજરાત ખાતે યોજવામાં આવી હતી.
