Skip to main content
Settings Settings for Dark

NTA એ CUET UGની છેલ્લી તારીખ લંબાવી, ઉમેદવારો 24 માર્ચ સુધી અરજી કરી શકશે

Live TV

X
  • પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 માર્ચ 2025 થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો https://cuet.nta.nic.in પર અરજી કરી શકે છે.

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) UG 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ઉમેદવારો 24 માર્ચ 2025 સુધી ફોર્મ સબમિટ કરી શકે છે. તે જ સમયે NTAએ પરીક્ષા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ લંબાવી છે, જે હવે 25 માર્ચ 2025 સુધી રહેશે. આ ઉપરાંત ઉમેદવારો 26 માર્ચથી 28 માર્ચ, 2025 સુધી તેમના અરજી ફોર્મમાં સુધારા કરી શકશે.

    NTA અનુસાર CUET UG 2025ની પરીક્ષા 8 મે થી 1 જૂન, 2025 (કામચલાઉ તારીખો) વચ્ચે લેવામાં આવશે. આ પરીક્ષા ભારતના વિવિધ શહેરોમાં અને વિદેશના 15 શહેરોમાં કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓ કેન્દ્રીય, રાજ્ય, ડીમ્ડ અને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.

    નોંધનીય છે કે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 માર્ચ 2025 થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો https://cuet.nta.nic.in પર અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને, NTA એ અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. ૧૩ માર્ચથી શરૂ થયેલી CUET PG ૨૦૨૫ પરીક્ષા ૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ સમાપ્ત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply