અંકલેશ્વર : ઓનલાઈન વેક્સીન બુકીંગની સમજ ન હોય તેવા લોકોને સહાય આપતી સંસ્થા
Live TV
-
કોરોના સામેની લડતમાં રસીકરણ ખૂબ જ મહત્વનુ છે, ત્યારે રસી લેવા માટે ઓનલાઈન સ્લોટ બુક કરવામાં અનેક લોકોને અગવડતા પડી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ અનુપમ મિશન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને ગામના યુવા ડેપ્યુટી સરપંચ રોહન પટેલ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. તેમણે વેક્સીનેશનના ઓનલાઇન બુકીંગ માટે ટીમ તૈયાર કરી છે. તેમાં જે લોકોને ઓનલાઈન વેક્સીન બુકીંગની સમજ ન હોય કે એન્ડ્રોઇડ ફોન ન હોય એવા નાગરિકોને 32 યુવાનોની ટીમ ઓનલાઈન કોવિડ એપ પર વેક્સીન માટે બુકીંગ કરવાની પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. આ ટીમે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોનું વેક્સિનેશન બુકીંગ કરાવ્યુ છે.
