અંબાજીમાં ભગવાન શ્રી કૃષ્ણની વિશાળ શોભાયાત્રા યોજાઈ
Live TV
-
આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી રાજ્યને દેશ ભરમાં થઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી ને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અંબાજીમાં વિવિધ ટુકડીઓ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામા આવી હતી. અંબાજીમાં ઠેક ઠેકાણે લોકો દ્વારા દહીં હાંડી બાંધવામાં આવી છે. જે ગોવાળિયાઓ ફોડી જન્માષ્ટમીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રી ક્રુષ્ણના અવતરણનું પર્વ ઉજવાઈ રહ્યું છેત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રાધા કૃષ્ણ મંદિરની આરતી કરી વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી તેમજ અંબાજીમાં 35 જેટલા અલગ અલગ ગોવિંદાઓ દ્વારા ત્રણથી ચાર માળના 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 101 જેટલી દહીં હાંડી ફોડી સુનિલ અગ્રવાલ પ્રમુખ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા હતી આજનાં પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.
અંબાજી મંદિરમાં ગત રાત્રીએ જ શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવી દેવાયો હતો આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે આ શોભાયાત્રા દરમિયાન અનેક મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ને સાથે સુકામેવાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો જોકે નિકળેલી શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
