Skip to main content
Settings Settings for Dark

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પાંસા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સરકારી યોજનાઓ અંગે પ્રદર્શન સ્ટોલ બનાવવામાં આવ્યા

Live TV

X
  • યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમ મેળાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા પહોંચી રહ્યાછે તેવામાં જરૂરિયાતમંદ લોકો સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઇ શકે તે માટે ભાદરવી પૂનમના મેળામાં સૌ પ્રથમ વખત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પ્રદર્શન સ્ટોલ પાંસા ખાતે લગાવવામાં આવ્યો છે જ્યાં આજે રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડીંડોર પ્રદર્શન કેમ્પ ઉપર પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં આદિજાતિ લોકો ઉપસ્થિત રહી મંત્રી ડૉ. કુબેર ડીંડોરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

    આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓનો લાભ અંબાજી ખાતે મેળામાં જઈ રહેલા યાત્રિકો પોતાનો ફોર્મ આ કેમ્પ ઉપરથી ભરી શકે ને સીધો લાભ મેળવી શકે તેના માટે વિશેષ એક નવતર પ્રયોગ પાંસા ખાતે હાથ ધરાયો છે સાથે લોકોમાં અવેરનેસ આવે તે માટે આ કેમ્પ દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે ને શ્રદ્ધાળુઓ જે મેળામાં આવ્યા છે તેઓ સરકારની કોઈ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેઓ કેમ્પમાં ગોઠવેલી સોશ્યિલ મીડિયાની ટિમ દ્વારા મેળવી શકે છે સાથે કેમ્પમાં લાગેલા પોસ્ટરોમાં લગાવેલા QR CODE થી મોબાઈલમાં સ્કેન કરીને પણ ફોર્મ ભરી શકે એટલુંજ નહિ અંબાજી નજીક બનેલા અકસ્માત અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી અકસ્માતમાં ઘવાયેલા લોકો જલ્દી સાજા થાય તેવી માતાજી ને પ્રાર્થના કરી હતી 

    આ પ્રંસગે 8 આવાસ યોજનાના તેમજ 4 કૃષિ વિભાગની યોજનાના સીધા લાભ લાભાર્થીને અર્પણ કરાયા હતા 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply