અંબાજી મંદિરના દ્વારા દર્શન માટે ખોલાયા
Live TV
-
યાત્રાધામ અંબાજી મંદિરમાં માઁ ના જય ધોષ સાથે આજથી મંદિરને માઇ ભકતો માટે ખુલ્લા મુકાયા
યાત્રાધામ અંબાજી મંદિર મા ,માના જય ધોષ સાથે, આજ થી મંદિર, માઇ ભકતો માટે ખુલ્લા મુકાયા છે. છેલ્લા 85 દિવસ થી ,મહામારી ના કારણે ,મંદિર દર્શન માટે બંધ હતું. જ્યાર થી ,અંબાજી મંદિર ,પ્રસ્થાપિત થયું ,ત્યાર બાદ ,પહેલી વખત ,આટલા લાંબા સમય માટે ,મંદિર ના દ્વાર, ભક્તો માટે ,બંધ રહ્યા હતા. આજે અંબાજી મંદિર ના દ્વાર ખુલતા ,સૌ પ્રથમ ,મંગળા આરતી કરવા માં આવી હતી. શ્રદ્ધાળુઓ ને ,માતાજી ના દર્શન નો લ્હાવો ,આરતી પૂર્ણ થયા બાદ ,મળ્યો હતો. તો મંદિર ખૂલતા, ભક્તો માં પણ ,ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તો દ્વારા ,સોશ્યલ ડીસ્ટન્સ નું, પાલન કરીને ,માતાજી ના ,દર્શન કર્યા હતાં.
