અમદાવાદ દુરદર્શનના સમાચાર વિભાગની કામગીરી ટપાલ સેવાએ બિરદાવી
Live TV
-
અમદાવાદ ટપાલ વિભાગ દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરાયો
કોવિડ-19ના સંક્રમણ દરમિયાન સતત કાર્યશીલ રહેનારા અમદાવાદ દૂરદર્શનના સમાચાર વિભાગને ટપાલ સેવા દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. સચોટ, પારદર્શક , અને વિશ્વાસપાત્ર સમાચાર દર્શકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરનારા , દુરદર્શનના સમાચાર વિભાગને અમદાવાદના ટપાલ વિભાગ દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. ટપાલ વિભાગના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ અશોક પોદ્દાર દ્વારા સમાચાર વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી. દુરદર્શન અમદાવાદના સમાચાર વિભાગના નિદેશક ધર્મેન્દ્ર તિવારી અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉત્સવ પરમારે આ પ્રશસ્તિ પત્ર સ્વીકાર્યું હતું.
