અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 354 બાળકોને અનાજની કીટનું વિતરણ
Live TV
-
ગાંધીનગર ખાતે આવેલ નવા કોબા પ્રાથમિક શાળામાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 354 બાળકોને અનાજનું કીટનું વિતરણ કરવામાં આવ્યું..
રાજ્યમાં કોરોનાવાયરસ ને કારણે શાળાઓ બંધ હોવાને કારણે મધ્ય ભોજન સેવાઓ પણ બંધ હતી. ત્યારે મધ્યાન ભોજન માં આવતા તમામ બાળકોને સહાય રૂપ થઈ શકાય તે માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા તમામ બાળકોને અનાજ કીટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર નવા કોબા પ્રાથમિક શાળા ખાતે નવા તેમજ જુના કોબાના 354 વિદ્યાર્થીઓના માતા પિતાને બોલાવીને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેની અંદર શાળાના આચાર્ય શિક્ષકો પૂર્વ સરપંચ હાજરીમાં આ કીટનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
