અમદાવાદઃ ઓસ્ટ્રેલિયામાં અધ્યતન એજ્યુકેશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સેમીનારનું આયોજન
Live TV
-
અમદાવાદઃ ઓસ્ટ્રેલિયામાં અધ્યતન એજ્યુકેશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સેમીનારનું આયોજન
ઓસ્ટ્રેલિયામાં અધ્યતન એજ્યુકેશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટેના એક સેમીનારનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ઓસ્ટ્રેલિયાની ફેડરેશન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસ્ટર ડંકન બેન્ટલી અને ડેપ્યુટી વાઈસ ચાન્સેલર કેરોલિન ચોંગે તેમના ઉચ્ચપ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ માટેના સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ફેડરેશન યુનિવર્સિટી સાથેના સમજૂતી કરાર મુજબ, ગુજરાતના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વિકાસ થાય અને આર્થિક રીતે ઓછા બજેટમાં ભારતમાં રહીને જ ફેડરેશન યુનિવર્સિટીના અભ્યાસક્રમોનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી શકે છે. બાકીના બે કે ત્રણ વર્ષ ઓસ્ટ્રેલિયામાં ફેડરેશન યુનિવર્સિટી ખાતે રહીને પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે છે. ફેડરેશન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસ્ટર ડંકન બેન્ટલી એ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આ ભારતીય અને ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વની શૈક્ષણિક વ્યવસ્થા ઊભી થઈ છે.
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની આ પરિવર્તનકારી પ્રણાલી પરસ્પર બંને દેશોના શિક્ષણ મંત્રાલય દ્વારા સમજૂતીના ભાગરૂપે અમલમાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ વિશ્વમાં વિકાસની ક્ષિતિજમાં પોતાના કૌશલ્ય સાથે ,માનસિક રીતે તૈયાર થવામાં ખૂબ જ મદદરૂપ બનશે. કોઈપણ યુવાનની શૈક્ષણિક કારકિર્દીમાં તેમના અભ્યાસક્રમ અનુસાર સૈદ્ધાંતિક જ્ઞાન અને વ્યવહારિક કુશળતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની આ ફેડરેશન યુનિવર્સિટી, વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે તેમના વ્યવહાર કુશળતાને, વધુ ભાર આપવામાં મદદરૂપ બનશે અને આ અભિગમથી શૈક્ષણિક કારકિર્દીમાં વૃદ્ધિ થશે. ફેડરેશન યુનિવર્સિટીના વોઇસ ચાન્સેલર ડંકન બેન્ટલી એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગળ જતા નેશનલ કંપનીઓ સહિતના પ્રાઇવેટ સેક્ટરમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી બનાવવામાં માટે માર્ગ વધૂ મોકળો થશે અને રોજગારી મેળવવામાં પોતાના કૌશલ્ય સાથે વિદ્યાર્થીઓ અગ્રેસર રહેશે.