અમદાવાદના કલાકુંજ સોસાયટીના યુવાનોએ બનાવ્યું વેસ્ટમાંથી બેસ્ટ સેનેટાઇઝર્સ મશીન
Live TV
-
આ મશીનની વાત કરવામાં આવે તો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં પ્રેસર પમ્પ, ઈમ્પોર્ટેડ ગન અને એક પ્લાસ્ટીકનાં ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો છે
કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ કલાકુંજ સોસાયટી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સોસાયટીના યુવાનો દ્વારા સેનેટાઇઝર્સ મશીન તૈયાર કરવામાં આવ્યું છે આ મશીનની વાત કરવામાં આવે તો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં પ્રેસર પમ્પ, ઈમ્પોર્ટેડ ગન અને એક પ્લાસ્ટીકનાં ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રમમાં યોગ્ય માત્રામાં દવાઓ બનાવીને સોસાયટીમાં સેનેટાઈઝની પ્રક્રિયા કરવામાં આવે છે અને કલાકુંજના રહીશોના મકાનોની દીવાલ, કાર તથા દ્રિચક્રી વાહનો અને સોસાયટીના દરેક રસ્તાને સેનેટાઈસ કરવામાં આવી રહ્યું છે.
