જન્મદિવસે 6 વર્ષના બાળકે કર્યું પીએમ કેયર ફંડમાં પિગ્ગી બેંકમાંથી દાન
Live TV
-
પીટીએમ મારફતે 1521ની બચત દાનમાં મોકલી આપી
એક બાજુ દેશમાં કોરોનાનું સંકટ છે તો બીજી બાજુ એક નાના બાળકે કરેલુ એક કાર્ય અનેક લોકોને પ્રેરણા આપી રહ્યું છે. ચંદીગઢમાં રહેલા બદ્રાક્ષસિંહ નામના 6 વર્ષના બાળકે પોતાના જન્મદિને પિગ્ગી બેંકમાંથી રૂ.1521 દાન પીએમ કેયર ફંડમાં આપ્યું છે. એટલુ જ નહિ તેણે અન્ય બાળકોને પણ દાન કરવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે, ટીવી પર અને તેના મમ્મીના કહેવા મુજબ સમગ્ર દેશ આજે કોરોના સામે લડી રહ્યા છે. આ સંકટના સમયમાં હું પણ સહયોગ કરવા માગુ છે. તેની આ ઇચ્છા બાદ પીટીએમ મારફતે પિગ્ગી બેંકમાં રહેલા 1521 રૂપિયા પીએમ કેયર ફંડમાં દાનમાં આપવામાં આવ્યા હતા.
