કોવિડ-19ને રોકવા અને બચવા માટે 135 મહિલા બટાલિયન દ્વારા સિવિક એક્શન કાર્યક્રમનું કરાયુ આયોજન
Live TV
-
135 મહિલા બટાલિયન દ્વારા ભારત સરકાર ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર કોવિડ-19થી બચવા અને તેના સંક્રમણને રોકવા માટે લેખાવાડા ગામમાં 135 મહિલા બટાલિયનના કમાન્ડેન્ટ મમતા સિંહના માર્ગદર્શન તથા લેખવાડા ગામના સરપંચ પારસબેન અમરસિંહ વાઘેલાના સહયોગથી સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બીપીએલ પરિવારના લોકો તથા અન્ય ગ્રામજનોને કોવિડ-19થી બચવા માટે સોશિયલ ડિસટન્સનું પાલન કરવા તેમજ ઘરથી ઓછામાં ઓછુ બહાન નિકળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 180 બીપીએલ તથા જરૂરીયાતમંદ પરિવારોને કોવિડ-19થી બચવા હેન્ડવૉશ, માસ્ક, હાથધોવાના સાબુ, હેન્ડ સેનિટાઈઝર, હાથના મોજા, કપડા ધોવાના સાબુ, વોશિંગ પાવડર વગેરે સુરક્ષા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
