Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરના પોસ્ટમેન દેવજીભાઈ સોલંકીએ એકલા હાથે 2015 માસ્ક કર્યા તૈયાર

Live TV

X
  • દેશમાં માસ્કની જરૂરીયાતને પહોંચી વળવા ભારતીય પોસ્ટની ગુજરાતની ટીમ દ્વારા 13 હજારથી વધુ માસ્ક તૈયાર કરવામાં આવ્યા, સપ્તાહના અંત સુધીમાં વધુ 9 હજાર માસ્ક થશે તૈયાર

    ભારતમાં 130 કરોડની વસ્તી છે. જો પરિસ્થિતિ અંકુશ બહાર જાય તો માસ્કની સંભવિત અછતની શક્યતાને આપણા પ્રધાનમંત્રી ખૂબ જ યોગ્ય રીતે સમજ્યા છે. જો માસ્કની વાત હોય તો દરેક પાસે પૂરતા પ્રમાણમાં માસ્ક હોવા જ જોઇએ તેવા તેમના અનુરોધ પર ગુજરાતની ભારતીય પોસ્ટની ટીમ સક્રીય થઇ અને માસ્ક તૈયાર કરવામાં તેમના કર્મચારીઓએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું. અત્યાર સુધીમાં 13,260 માસ્ક ગુજરાતમાં ભારતીય પોસ્ટની ટીમ દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યા છે અને પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓમાં તેનું વિતરણ કરવામાં આવ્યું છે. અન્ય 9000 માસ્કનું ઉત્પાદન ચાલી રહ્યું છે અને આ સપ્તાહના અંત સુધીમાં તે પૂર્ણ થવાની સંભાવના છે. એ જાણીને ખુશી થાય છે, આ માસ્ક માત્ર પોસ્ટ વિભાગના કર્મચારીઓએ જ નથી તૈયાર કર્યા પરંતુ તેમના જીવનસાથી અને સંતાનોએ પણ તેમના ઘરે માસ્ક બનાવવામાં શ્રમદાન આપ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા S.O., મઢાડ BOના પોસ્ટમેન દેવજીભાઇ સોલંકીએ એકલા હાથે 2015 માસ્ક તૈયાર કર્યા છે અને સુરેન્દ્રનગર ડિવિઝનમાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ, મ્યુનિસિપાલિટીના સફાઇ કર્મચારીઓમાં તેનું વિતરણ કર્યું છે. દેવજીભાઈએ આમાં કોઇની મદદ નથી લીધી અને માસ્કના કાપડ માટે પણ પોતે જ પૈસા ચૂકવ્યા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply