મહેસાણા: પોસ્ટ વિભાગની પહેલ, મહિલાના ઘરે પહોંચાડે છે વિધવા સહાય પેન્શન
Live TV
-
રાજ્ય સરકારે ગંગા સ્વરૂપ વિધવા સહાય પેન્શન યોજના અંતર્ગત બહેનોના ખાતામાં દર મહિને રૂ.1 હજાર 250નું પેન્શન અપાય છે. સરકારે કોવિડ 19ને પગલે, એડવાન્સ પેન્શન સહિત રૂપિયા એક હજાર બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
આ મહિલાઓની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને મહેસાણા પોસ્ટ વિભાગ દ્વારા મહિલાઓને પોસ્ટ કચેરી સુધી ન આવવું પડે તે માટે તેમના ઘરે જઇને સહાય આપવાનો અભિગમ અપનાવાયો છે. મહેસાણા જિલ્લા પોસ્ટ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ગંગાસ્વરૂપ વિધવા સહાય યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતી વિધવા બહેનોને માસિક મળવાપાત્ર સહાય પોસ્ટમેન કે ડાકસેવક મારફતે, ઘરે-ઘરે જઈને પહોંચાડવાનું કામ શરૂ કરાયું છે.
આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાં 14 હજાર 584 જેટલા લાભાર્થીઓ નોંધાયા છે. જેમાંથી ,13 હજાર 185 લાભાર્થીઓને, તેમના ઘરે જઈને આ સહાય પૂરી પાડવામાં આવી છે.
