અમદાવાદના રાણીપ ખાતે 562 વૃક્ષોના વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
અખંડ ભારતના શિલ્પકાર, લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે ૫૬૨ રજવાડાઓને એકત્રીત કરી રાષ્ટ્રીય એકતાનું અમર કાર્ય કર્યું હતું. તેમની "૧૫૦મી" જન્મજયંતિની ઉજવણીના પવિત્ર અવસર પર ૫૬૨ વૃક્ષો દેશની નારીશક્તિ દ્વારા રોપવાના ભવ્ય કાર્યક્રમનું આયોજન રાણીપ ખાતે કરવામાં આવ્યું.
આ યાદગાર કાર્યક્રમ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ તેમજ GTU ના વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલબેન ગજ્જર અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડૉ. અમીબેન ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
