કચ્છનું સફેદ રણ પ્રવાસીઓને આવકારવા સજ્જ: રણ ઉત્સવ 2025-26 ની તૈયારીઓ પૂરજોશમાં
Live TV
-
કચ્છનું સફેદ રણ પ્રવાસીઓને આવકારવા સજ્જ: રણ ઉત્સવ 2025-26 ની તૈયારીઓ પૂરજોશમાં
'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'ની ઓળખ ધરાવતું ગુજરાતનું કચ્છનું સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને આવકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીં, પણ વર્ષ 2001ના ભૂકંપ પછીના તેના અદ્ભુત પુનર્નિર્માણની ગાથા માટે પણ જાણીતો આ વિસ્તાર, આગામી રણ ઉત્સવ 2025-26 માટે સજ્જ થઈ રહ્યો છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં રણ ઉત્સવનો પ્રારંભ કરીને કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર મૂક્યું હતું. વિનાશમાંથી વિકાસ તરફની આ પ્રેરણાદાયી સફરને હવે ભુજમાં આવેલું સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરી રહ્યું છે.
ઉત્સવના મુખ્ય આકર્ષણો
માઈલો સુધી પથરાયેલું કચ્છનું સફેદ રણ, પરંપરાગત ઊંટની સવારી, કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના કાર્યક્રમો અને સ્વાદિષ્ટ સ્થાનિક વાનગીઓનો સ્વાદ - આ બધું જ રણ ઉત્સવને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ખાસ બનાવે છે.
વિનાશમાંથી વિકાસ તરફની પ્રેરક યાત્રાવર્ષ 2005માં શરૂ થયેલો રણ ઉત્સવ આજે કચ્છને ભારત જ નહીં, પણ દુનિયાના પ્રવાસનનું એક વિશેષ કેન્દ્ર બનાવી ચૂક્યો છે. આ વિસ્તારની પરિવર્તનની સફર અકલ્પનીય રહી છે.
અનફર્ગેટેબલ મેમરીઝ માટે સજ્જ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રણ ઉત્સવ 2025-26 સંપૂર્ણપણે તૈયાર છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ લાખો પ્રવાસીઓને 'અનફર્ગેટેબલ મેમરીઝ' આપવા માટેની તમામ વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે.
મુખ્ય આકર્ષણો:
પૂનમની રાતે સફેદ રણનો જાદુઈ નજારો, ધોરડો અને કાળો ડુંગર, લખપતનું ગુરદ્વારા, કોટેશ્વર મહાદેવ અને આશાપુરા માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણો છે.
