Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના સરખેજ, ભારતી બાપુના આશ્રમમાં ઓક્સીજન સેવાનો પ્રારંભ

Live TV

X
  • કોરોના મહામારીની કુદરતી આપત્તિમાં એકલી સરકાર કે એકલો વ્યક્તિ આજની પરિસ્થિતિમાં થાકી જાય તેમ છે. તેવા સંજોગોમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાતમા સહાયભૂત થવા ઇન્ટરનેશનલ લાયન્સ કલબના સહયોગથી સરખેજના સેવાભાવી અગ્રણી સામાજિક કાર્યકર અને સરખેજ કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ પટેલ દ્વારા સરખેજ, ભારતી બાપુના આશ્રમમાં ઓક્સીજન સેવાનો પ્રારંભ કર્યો છે. આજના કપરા સમયે સરખેજ વિસ્તારના દર્દીઓને ઘણી રાહત મળશે.

    કોરોના મહામારીની કુદરતી આપત્તિમાં એકલી સરકાર કે એકલો વ્યક્તિ આજની પરિસ્થિતિમાં થાકી જાય તેમ છે. તેવા સંજોગોમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાતમા સહાયભૂત થવા ઇન્ટરનેશનલ લાયન્સ કલબના સહયોગથી સરખેજના સેવાભાવી અગ્રણી સામાજિક કાર્યકર અને સરખેજ કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ પટેલ દ્વારા સરખેજ, ભારતી બાપુના આશ્રમમાં ઓક્સીજન સેવાનો પ્રારંભ કર્યો છે. આજના કપરા સમયે સરખેજ વિસ્તારના દર્દીઓને ઘણી રાહત મળશે.

    આજના સમયે જ્યારે દરરોજના હજારો દર્દીઓનો વધારો થઇ રહ્યો હોય ત્યારે એકલી સરકાર પણ થાકી જાય કારણ રાતોરાત વધી રહેલ હજારો દર્દીઓની સારવાર માટે યોગ્ય સંખ્યામાં તબીબો, પેરા મેડીકલ સ્ટાફ, સારવાર માટે જરૂરી ભૌતિક સુવિધાઓ, તબીબી સાધનો, દવાઓની પણ એટલીજ વ્યવસ્થા ઉભી કરવી પડે જે અસંભવ છે. આવા સમયે આપણી પણ કેટલીક ફરજો છે સરકારે તેમજ સામાજિક સેવાકીય સંસ્થાઓએ ફાર્મસી કંપનીઓ દવાઓનું ઉત્પાદન ઝડપથી વધારી શકે તે માટે પ્રોત્સાહન અને સહયોગ આપવો જોઈએ. 

    દવાઓનું યોગ્ય સ્થળે યોગ્ય પ્રમાણમાં વિતરણ થઇ શકે તેવું વ્યવસ્થાપન ગોઠવવું જોઈએ, દર્દીઓ અને દર્દીના પરિવારો માનસિક સ્વસ્થ રહે અને તેઓમાં બીમારીના કારણે નકારાત્મક વિચારો સાથે તણાવ ઉભો ન થાય તે માટે યોગ્ય વ્યક્તિઓ દ્વારા જુદા જુદા દ્રશ્ય મિડિયા તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કે સીધાજ વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઈશ્વરે જેમને સેવાના કાર્ય માટે સક્ષમ બનાવ્યા છે તેઓએ જરૂરીયાતમંદ પરિવારો પ્રત્યે કરુણાભાવ દાખવી તેવા પરિવારોને તબીબી સહાય આપવી, જરૂરિયાતની ખાત્રી કરીને કરીયાણું કે જીવનજરૂરી ચીજ વસ્તુઓ ભરી આપવી, ઉદ્યોગ ગૃહોએ, ધાર્મિક સંસ્થાઓએ, અગ્રણી સાધુ સંતોએ તેમજ જેવી જેની આર્થિક ક્ષમતા તેને અનુરૂપ સમાજના શ્રેષ્ઠીઓએ એક કે એકથી વધુ કોરોનાના દર્દીને દત્તક લઇ તેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લેવો જોઈએ. ઈશ્વરે સેવા કરવાની, પુણ્ય મેળવવાની આપણને તક આપી છે. ધાર્મિક સંસ્થાઓ તેમજ સાધુ સંતોની આ પ્રકારની સેવાથી સમાજ અનુભવશે કે આપણા સાધુ સંતોની કથની અને કરની એક જ છે તેઓ બોલે છે તેવું જ કાર્ય પણ કરે છે. 

    આજના સમયની તાતી જરૂરીયાતમાં સહાયભૂત થવાથી સમાજ વધુ લાગણી અને વિશ્વાસ સાથે આવી ધાર્મિક સંસ્થાઓ કે સાધુ સંતો સાથે જોડાશે, સાજા થઈને ઘરે ગયેલ દર્દી કે તેમનો પરિવાર દાતાને ભગવાન માનશે અને તેમના જ આશીર્વાદ દાતાના વ્યવસાયમાં વધુ સફળતા અપાવશે. સેવા એજ મોટામાં મોટો ધર્મ છે તે વિચારને પોતાનો જીવન મંત્ર માનનાર મુકેશભાઈ પટેલ અત્યાર સુધીમાં અનેક દર્દીઓ સુધી પહોંચીને જરૂરી તબીબી કે જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડી ચુક્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply