Skip to main content
Settings Settings for Dark

ગુજરાતથી મહારાષ્ટ્ર જતા રેલ્વે મુસાફરો માટે નેગેટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ રાખવો ફરજિયાત

Live TV

X
  • કોવિડ - 19નાં હાલના દૃશ્યને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ નવા દિશા - નિર્દેશો અનુસાર તાત્કાલિક અસરથી આગળની સૂચના મળે ત્યાં સુધી ગુજરાતથી મહારાષ્ટ્ર ટ્રેનમાં જવાવાળા મુસાફરોને તેમના ગંતવ્ય સ્ટેશન પહોંચ્યા પહેલા 48 કલાકની અંદર કરવામાં આવેલ નેગેટિવ RT-PCR રિપોર્ટ બતાવવું ફરજિયાત કરવામાં આવેલ છે. મુસાફરી દરમિયાન અને સ્ટેશન પર નિર્ધારિત રીતે માસ્ક પહેરવું ફરજિયાત છે. દરેકે સામાજિક અંતરનાં નિયમનું પાલન કરવું પડશે. મુસાફરોને તેમની આવશ્યકતા મુજબ સ્ટેશન પર ટેસ્ટ/ચેકઅપ કરવામાં આવશે. તમામ સ્ટેશન પર મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. જેથી મુસાફરોને વિનંતી છે કે, ટ્રેનનાં નિર્ધારિત સમય અગાઉથી પહોંચો જેથી ભીડ - ભાડને ટાળી શકાય.

    ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુરક્ષા અને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતીય રેલ્વે દ્વારા નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) અનુસાર તમામ મુસાફરોએ સ્ટેશનો પર અને મુસાફરી દરમિયાન માસ્ક અથવા ફેસ કવર પહેરવું આવશ્યક છે. ફેસ માસ્ક ફક્ત તમારી જ નહીં, પણ તમારા સહ-મુસાફરોને પણ કોવિડ -19 ના ચેપથી સુરક્ષિત કરે છે. આ સંદર્ભમાં, રેલ્વે પણ રેલ્વે પરિસરમાં થૂંકવા સહિત સ્વચ્છતાને અસર કરતી આવી પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરે છે.

    કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રેલવે પરિસરમાં અને ટ્રેનોમાં થૂંકવું તથા સમાન પ્રકૃતિનાં કૃત્યો અટકાવવા અને તમામ વ્યક્તિઓ દ્વારા ફેસ માસ્ક / ફેસ કવર પહેરવાનું સુનિશ્ચિત કરવા માટે, ભારતીય રેલ્વે (રેલ્વે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) નિયમ,2012 અંતર્ગત આ વિષય માટે અધિકૃત રેલ્વે ઓથોરિટી દ્વારા રેલ્વે પરિસરમાં અને ટ્રેનોમાં માસ્ક ન પહેરતા લોકો પાસેથી 500 રૂપિયા સુધીનો દંડ લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ સૂચના આગામી સૂચના સુધી છ મહિનાનાં સમયગાળા માટે લાગુ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply