અમદાવાદ : જગન્નાથજીને પણ લાગી કોરોનાની નજર,ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સાદાઈથી નીકળશે રથયાત્રા
Live TV
-
અખાડા, ભજન મંડળીઓ નહીં થાય સામેલ, માત્ર રથ ખેંચી શકે તેટલા જ ખલાસી થશે સામેલ-મંદિર ટ્રસ્ટની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય.
આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા 23મી જૂને યોજાશે, આ વખતે રથયાત્રામાં ફક્ત 3 રથ હશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે. આ વખતે જળયાત્રામાં પણ શોભાયાત્રાા નહીં થાય. અત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાને લઇ રથના સમારકામની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથના પૈડાં રથ અને રંગ રોગાનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથના પૈડાંઓને ગ્રીસિંગ અને ફિટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કેજગન્નાથજી મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં જગન્નાથજીની 143મી રથયાત્રા સાદાઈથી 23મી જૂને નીકળશે એવો નિર્ણય લેવાયો હતો. રથયાત્રામાં માત્ર 3 જ રથ હતા. ભજન મંડળી,ટ્રક, ઝાંખી આ વખતે જોવા નહીં મળે. તમામને અપીલ કે ચેનલોને માધ્યમથી યાત્રા નિહાળે. આ વર્ષે જળયાત્રામાં પણ શોભાયાત્રા નહીં નીકળે, માત્ર મંદિરના પૂજારીઓ જોડાશે. જોકે રથ ખેંચવામાં કેટલા જોડાશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. એક રથ ખેંચવા 25 ખલાસીઓ જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરાશે, 10-10 લોકોના ગ્રૂપમાં વ્યવસ્થા ઊભી કરાશે. નેત્રોત્સવ વિધિના દિવસે સૂર્યગ્રહણ હોવાથી બપોરે ચાર વાગ્યા પછી જ વિધિ થશે. સરસપુરથી માત્ર બે લોકો જમાલપુર આવીને મામેરાની વિધિ કરશે.
