Skip to main content
Settings Settings for Dark

HNGUની લીગલ કાઉન્સેલિંગ કમિટિ દ્વારા ‘વુમન સેફ્ટી ઈન કોવિડ-૧૯ લોકડાઉન’ વિષય પર વેબિનાર યોજાયો

Live TV

X
  • લોકડાઉનમાં મહિલાઓની પરિસ્થિતિ, માનસિક હેરાનગતી, અદાલતનો સહારો કઈ રીતે લેવો સહિતના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લીગલ કાઉન્સેલીંગ કમિટિ દ્વારા મહિલાઓની સલામતી અંગે ‘વુમન સેફ્ટી ઈન કોવિડ-૧૯ લોકડાઉન’ વિષય પર વેબિનાર યોજાયો. જેમાં સતત ઘરમાં રહીને કામ કરવાથી જુદા-જુદા વર્ગની મહિલાઓને થતા સ્ટ્રેસ સહિતની ચર્ચા કરવામાં આવી.આ વેબિનારમાં લોકડાઉનના સમયગાળા દરમ્યાન જ્યારે ઘરની બહાર નિકળવાની મંજૂરી નહોતી અને ઘરના તમામ સદસ્યો ઘરમાં હાજર હોય ત્યારે ગૃહિણી તરીકે સતત કાર્યરત રહેતી સ્ત્રીઓને થતા માનસિક તણાવ, વર્કીંગ વુમનને મુંઝવતા પ્રશ્નો સહિતનું માર્ગદર્શન HNGUના પૂર્વ કુલપતિ સુશ્રી પ્રો.હેમિક્ષાબેન રાવ દ્વારા આપવામાં આવ્યું. સાથે પ્રો. રાવ દ્વારા આવી પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવાના ઉપાયો અને સુચનો પણ રજૂ કર્યા.

    જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને પાટણના ફેમિલિ જજશ્રી વિશાલભાઈ ગઢવીએ હેરેસમેન્ટનો ભોગ બનનાર વ્યક્તિઓને મફત કાનુની સેવા, સખી વન સ્ટોપ સેન્ટર તથા મિડિયેશન સેન્ટરની કામગીરી અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. સાઈબર ક્રાઈમ જેવા ગુનાઈત માનસ વગરના ગુનાઓ, તેના પ્રકાર, તેનાથી બચવા તથા સાવચેતી રાખવાના સુચનો સાથે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સમજ સિનિયર એડવોકેટ સુશ્રી સંધ્યાબેન પ્રધાન દ્વારા આપવામાં આવી. તો એડવોકેટર સુશ્રી જ્યોત્સનાબેન નાથ દ્વારા વિવિધ દ્રષ્ટાંતો આપી સ્ત્રીઓના સ્વભાવ, સંસ્કાર અને તેમને થતી માનસિક હેરાનગતી વિશે હળવી શૈલીમાં રજૂઆત કરી હતી. HNGUના કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરાએ ‘વુમન સેફ્ટી ઈન કોવિડ-૧૯ લોકડાઉન’ વિષય પર વેબિનારમાં થયેલી તમામ બાબતો આવરી લઈ તેમના વિચારો રજૂ કર્યા હતા. ડૉ.સંગીતા શર્મા દ્વારા વેબિનારમાં જોડાયેલા તમામ મહાનુભાવોનો પરિચય આપી વિષય અને તેના ઉદ્દેશ અંગે છણાવટ કરી હતી. ડૉ. રિધ્ધિ અગ્રવાલ સંચાલિત આ વેબિનારની આભારવિધી ડૉ. સ્મિતા વ્યાસ દ્વારા કરવામાં આવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply