Skip to main content
Settings Settings for Dark

પવન ફૂંકાવાની અને હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ વચ્ચે પાક સલામતી માટે ખેડૂતોને માર્ગદર્શન

Live TV

X
  • ખેડૂતોએ પાક સંરક્ષણ, જણસીને સલામત રાખવા અને સુરક્ષા જાળવવા સહિતની કાળજી રાખવી જરૂરી

    હવામાન વિભાગની પ્રાથમિક આગાહી અનુસાર આગામી એક-બે દિવસમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થનાર હોઇ પવન ફૂંકાવાની શક્યતા છે અને ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ પાક સંરક્ષણ, જણસીને સલામત રાખવા અને સુરક્ષા જાળવવા સહિતની કાળજી રાખવી જરૂરી છે. આ અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

    •    -ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલો પાક એટલે કે ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો.
    •    -ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી. 
    •    -વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે વેચાણ અર્થે લઈ જવાતી ખેત જણસીઓ ઢાંકીને લઈ જવી અને હવામાન ખાતાની આગાહી હોય તેવા સમયે ખેત જણસી વેચાણ શક્ય હોય તો ટાળવું. 
    •    -એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને વિનંતી છે.
    •    -પશુઓ માટેના ઢાળિયા  કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊડે નહીં તે જોવું. 
    •    -શક્ય હોય તો બાગાયતી પાકો માં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત ઉતારી લેવું.
    •    -નવા વાવેતર બાબતે  જેવું કે બીટી કપાસનું વાવેતર વરસાદ કે પવન ની આગાહીઓને ધ્યાને રાખી કરવું જેથી વાવેતર નિષ્ફળ ન જાય. 
    •    -ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલડે નહીં તે મુજબ રાખવો.
    •    -ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય.
    •    -ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું.
    •    -વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply