Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: જમીયતપુરાના યુવાનોનું સરાહનીય કામ, ઘરે-ઘરે જઇને કરી રહ્યા છે ઉકાળાનું વિતરણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમ્યાન પોતાના ઉદબોધનમાં નાગરિકોને 7 વાતોનું પાનલ કરવાનું કહ્યું હતું. તે અંતર્ગત આયુષ મંત્રાલયની ગાઇડલાઇનના પાલનનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીના આ વિચારથી પ્રેરીત થઇ અમદાવાદ પાસે આવેલા જમીયતપુરા ગામના લોકોએ સામુહિક રક્ષા કવચ અભિયાનનો સ્વયંભુ પ્રારંભ કર્યો છે. 

    જેમાં ગામમાં આવેલાં સરકારી આયુર્વેદીક દવાખાનાના સહયોગથી , દરરોજ 45 લીટરથી પણ વધુ ઉકાળો બનાવવામાં આવે છે અને માઢવાસ મિત્રમંડળના યુવાનો ઘરે ઘરે જઇને ગામના તમામ લોકોને આ આયુર્વેદિક ઔષધિયુક્ત ઉકાળાનું વિતરણ કરે છે. 

    સ્વાદમાં ઉત્તમ અને કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારતો આ ઉકાળો, ગામની નજીક આવેલાં અડાલજ પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીને પણ , દરરોજ ગામના યુવાનો દ્વારા વિતરીત કરાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply