સુરેન્દ્રનગર: મિશન મંગલમ યોજના અંતર્ગત મહિલા મંડળની બહેનોએ બનાવ્યા માસ્ક
Live TV
-
કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, તેવા સમયે સુરેન્દ્રનગર જિલ્લાની 540 ગ્રામ પંચાયતો પૈકી 77 ગ્રામ પંચાયતમાં મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા આ મહામારીના સમયે લોકોને ઉપયોગી થવાના હેતુસર સ્વખર્ચે માસ્ક બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં કુલ 35 ગ્રામ સંગઠન અને 23 સ્વ સહાય જૂથની બહેનો સંકળાયેલી છે. આ બહેનો દ્વારા 55,491 જેટલા માસ્ક સ્વખર્ચે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે 21,300 જેટલા માસ્કનું લોકોને વિનામુલ્યે અર્પણ કરી સેવાકીય પ્રવૃતિ પણ હાથ ધરી છે. તેમજ બાકીના માસ્કનું વેચાણ કરી આ કામગીરી થકી સખી મંડળની આવક પણ મેળવે છે.
