અમદાવાદ બાદ હવે સુરતમાં મ્યુનિસિપલ તંત્ર હરકતમાં, 9 મેથી 14મી મે સુધી શહેરમાં શાકભાજી અને ફળોના વેચાણ પર પ્રતિબંધ
Live TV
-
શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને રોકવા માટે લેવાયો નિર્ણય, તો રાજકોટથી અમદાવાદ અને ત્યાંથી પરત અવરજવર પર નવી પરવાનગી પર પ્રતિબંધ
સુરત શહેરમાં હવે અમદાવાદની જેમ જ શાકભાજી,ફળોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે..શાકભાજી વિક્રેતાઓ સુપર સ્પ્રેડર બનતાં પાલિકા કમિશનરનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.શહેરમાં 10થી વધુ શાકભાજી વિક્રેતાઓ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. સુપર સ્પ્રેડર બનેલા શાકભાજી વિક્રેતાઓના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પાલિકા કમિશનરે શહેરને અસર કરતો મોટો નિર્ણય કર્યો છે. તા. 9 મે થી તા.14મી મે સુધી એપીએમસી તેમજ લોકલ માર્કેટમાં શાકભાજી વેચાણ કરનારા લોકો પર ફરજિયાત બંધનો આદેશ કર્યો છે. જેથી એપીએમસી સંચાલકોના જણાવ્યા પ્રમાણે માર્કેટ બંધ કરે તો રૂ.5 કરોડનું દૈનિક નુકશાન ખેડૂતોને થવાનો અંદાજ છે.સામાન્ય દિવસોમાં એપીએમસી માર્કેટમાં 50 હજારથી વધુ લોકો એપીએમસીમાં શાકભાજીના ખરીદ-વેચાણ કરવા માટે આવે છે. તેની સામે 2500 ટન શાકભાજીનું દૈનિક વેચાણ થાય છે. જોકે, તેની સામે હાલના સમયે કોરોના કારણે કરવામાં આવેલા લોકડાઉનથી માંડ
15000 વેપારી-ખેડૂતોની અવર-જવરની સાથો-સાથ 1200 ટન જેટલા શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે
