ઓડિશા જતી તમામ ટ્રેન રદ કરવામાં આવી. હવે તમામ શ્રમિકોના કોરોના ટેસ્ટ કર્યા બાદ જ ઓડિશા મોકલાશે
Live TV
-
ઓડિશા પહોંચેલા શ્રમિકો પૈકી 25 શ્રમિકોના રિપોર્ટ પોઝીટીવ આવતા ઓડિશા હાઇકોર્ટના હુકમ બાદ લેવાયો નિર્ણય
સુરત જિલ્લા ક્લેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, ઓડિશા હાઈકોર્ટના ચુકાદાના પગલે ઓડિશા સરકારે અત્યારે શ્રમિકોને વતન લાવવા હોય તો તમામના કોરોના ટેસ્ટ કર્યા બાદ જેમના રિપોર્ટ નેગેટિવ આવે તેમને જ મોકલવા જેથી હાલ ઓડિશા જતી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ઓડિશાવાસીઓના ટેસ્ટ શક્ય ન હોવાથી હાલ તેમને જવા દેવામાં આવશે નહી. સાથે જ જેમણે ટીકિટ બુક કરાવી લીધી છે તેમને રિફંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનુ છે કે સુરતમાં નવા 42 કેસ નોંધાતા પોઝિટિવનો આંક 825 થઈ ગયો છે..
