વડોદરામાં અત્યાર સુધીમા 4567 સેમ્પલ ચકાસાયા, 457 સેમ્પલ પોઝિટિવ અને 4 હજાર 10 સેમ્પલ નેગેટિવ
Live TV
-
વાડીનાં 4, પાણીગેટ 4, નાગરવાડાનાં 3, કારેલીબાગ, બાવચાવાડ, યાકુતપુરા અને ન્યાયમંદિરનાં એક એક કેસ પોઝિટિવ
વડોદરામાં અત્યાર સુધીમા 4567 સેમ્પલ ચકાસાયા હતા. જેમાંથી 457 સેમ્પલ પોઝિટિવ અને 4 હજાર 10 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ગઈકાલે 146 જેટલા સેમ્પલની ચકાસણી દરમિયાન 9 પુરુષ અને 7 મહિલા સહિત 16 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જેમાં વાડીનાં 4, પાણીગેટ 4, નાગરવાડાનાં 3, કારેલીબાગ, બાવચાવાડ, યાકુતપુરા અને ન્યાયમંદિરનાં એક એક કેસ પોઝિટિવ છે. ગઈકાલે એક પણ મોત નોધાયું ન હતું. જેથી વડોદરા જિલ્લામાં 2 અને શહેરમાં 29 મોત સાથે કોરોનાને કારણે મોતનો આંકડો 31 ઉપર સ્થિર રહ્યો હતો. જ્યારે 6 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. અત્યાર સુધી કુલ 164 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. વડોદરામાં હાલ 262 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 246 સ્ટેબલ છે, જ્યારે 11 ઓક્સિજન અને 5 જણા વેન્ટીલેટર ઉપર છે. વડોદરામાં કોરોનાનાં સંક્રમીતોનાં સંપર્કમાં આવેલા 635 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. વડોદરા જિલ્લામાં કુલ 11 કેસ પોઝિટિવ હતા.કુલ 9 દર્દીને સારવાર બાદ રજા અપાઈ હતી. હાલ જિલ્લામાં કોરોનાથી બે નાં મોત સાથે કુલ સંખ્યા 11 ઉપર સ્થિર છે.
