અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પરવાનગી મેળવી આવતા લોકો માટે આદેશો જારી
Live TV
-
અમરેલી જિલ્લાના નાગરિકોને લાઠીના ચાવંડ ચેકપોસ્ટ પરથી જ ચકાસણી કરાવીને જિલ્લામાં પ્રવેશવું
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. હાલ ગુજરાતના એકમાત્ર અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. તેથી અમરેલી જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ કારણોસર બહારના અન્ય જિલ્લાઓમાંથી પાસ/ પરવાનગીથી આવતા વાહનો/મુસાફરો બિનજરૂરી રીતે અમરેલી જિલ્લાના અન્ય કોઇ વિસ્તારમાં ન પ્રવેશે તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. તેથી બહારના જિલ્લામાંથી આવતા વાહનો/મુસાફરોને અન્ય જિલ્લા જેવા કે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર વગેરે જિલ્લામાં જવા માટે અમરેલી જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા માટે તેમજ અન્ય રૂટ પરથી પસાર નહીં થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે અન્વયે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ અને ગુજરાત સાઈડના જિલ્લામાંથી પાસ/પરવાનગી મેળવી આવતા વાહનો મુસાફરોને અન્ય જિલ્લામાં જવા માટે વાયા ઢસા થી જીવાઈ સતાધાર ચેકપોસ્ટથી એન્ટ્રી કરી ચાવંડ, બાબરા, કોટડાપીઠા ચેકપોસ્ટ થઈ જવાનું રહેશે. જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર સિવાય અન્ય જિલ્લામાંથી પરવાનગી મેળવી અમરેલી જિલ્લાના વતની હોય જેઓ અમરેલી જિલ્લામાં આવવા માંગતા હોય તેવા મુસાફરોને આવવા માટે લાઠી તાલુકાના ચાવંડ ચેકપોસ્ટ પરથી જ ચકાસણી કરાવીને જિલ્લામાં પ્રવેશવાનું રહેશે. હુકમના ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.તમામ પ્રકારની વ્યવસ્થા કરી સુરત થી આવતા લોકો ને ચેક કરી અને જો કોઈ તાવ શરદી કોઈ લક્ષણ જોવા મળે તો એવા લોકોને હોસ્પિટલમા અન્યને હોમ કોરિડોર કરવામાં આવશે જિલ્લામા તાલુકા લેવલે તમામ ત્યારી થઈ ચૂકી છે
