અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 2533 લાખથી વધુ રકમનાં કામોને સ્ટેન્ડિંગ કમિટીએ આપી મંજૂરી
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ સ્ટેન્ડિંગ કમિટી હોલ, દાણાપીઠ ખાતે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં હેલ્થ, સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તેમજ રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના કામોને મંજૂરી આપી છે.
આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગમાં હેલ્થ ખાતા દ્વારા રજૂ થયેલ ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ગાહેડ રોડ પર આવેલ મ્યુનિસિપલ પ્લોટમાં નવું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તમામ કન્સ્ટ્રક્શન વર્ક સહિત બનાવવા માટે એ. શ્રીધર ઈન્ફ્રાકોન એલ.એલ.પી. સંસ્થા પોતાના સ્વખર્ચે તૈયાર કરી આપવાના કામને મંજૂરી આપવામાં આવી. શ્રીમતી શારદાબેન ચીમનલાલ જનરલ હોસ્પિટલના સ્કીન વિભાગ માટે રૂ. 27 લાખથી વધુના ખર્ચે લેસર મશીન ખરીદ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની નજીકમાં આવેલ આઉટ ગ્રોથ વિસ્તારના ઔડા હસ્તકના 55 જેટલા ગામોમાંથી કચરાનું વહન કરી નજીકના રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પર લઈ જવાની કામગીરી અ.મ્યુ.કોર્પો.ના સોલીડ વેસ્ટ પ્લાન્ટમાં પ્રોસેસ કરાવવા મુજબની વ્યવસ્થા અંગેનો તમામ ખર્ચ ઔડા દ્વારા કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
વોટર સપ્લાય અને સુઅરેજ કમિટી મારફતે નવી સ્ટ્રોમ લાઈન તેમજ ડ્રેનેજ લાઈન નાંખવાના કામ, બોરવેલ રીપેરીંગના કામ તેમજ દાણીલીમડા સુએઝ પંપીંગ સ્ટેશન ઓ એન્ડ એમ.ના કામ માટે કુલ રૂ.1067 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી. આ ઉપરાંત રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી મારફતે રજૂ થયેલ આર.સી.સી. રોડ, પેવર બ્લોક, ફુટપાથ, સેન્ટ્રલ વર્જ ડેવલપમેન્ટ જેવા કુલ રૂ. 390 લાખથી વધુના કામો તેમજ રૂ. 955 લાખના ખર્ચે દાણીલીમડા વોર્ડમાં લીલાધર ભટ્ટ હોલના નવીનીકરણ તથા થલતેજ વોર્ડમાં આવેલ થલતેજ તળાવને ફરતે દિવાલ તેમજ અન્ય સિવિલ વર્ક માટે કુલ રૂ.121 લાખના કામને મંજૂરી આપવામાં આવી.
